દાહોદ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા અને પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમો યોજાયા

આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

દાહોદ: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે નગર પાલિકા અને પોલીસ જવાનો દ્વારા કાર્યક્રમો યોજાયા
New Update

દાહોદ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.અખંડ ભારતના શિલ્પી અને લોહપુરૂષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા શહેરમાં આવેલી તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેઓને યાદ કર્યા હતા. આ કાર્યક્રમમાં દાહોદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, સહિત કાઉન્સીલરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.

તો બીજી તરફ દાહોદ શહેરમાં પોલીસ સંભારણા દિન-2021ની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડ ક્વાટર્સ, દાહોદ દ્વારા રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડ વહેલી સવારે દાહોદ શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. આ પરેડ કાર્યક્રમમાં દાહોદ શહેરના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

#Connect Gujarat #Dahod #Gujarati News #Sardar Patel #Dahod police #Dahod News #રાષ્ટ્રીય એકતા દિવસ #tribute to Sardar Patel #birth anniversary of Sardar Vallabhbhai Patel #Dahod Nagarpalika #રાષ્ટ્રીય એકતા પરેડ
Here are a few more articles:
Read the Next Article