દાહોદ : પોલીસને મળી મોટી સફળતા,બે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપી પાડ્યો,રૂ.2.05 કરોડનો શરાબ કર્યો જપ્ત

પોલીસે બે ટ્રક અને એક ટોયોટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો. જેમાં કુલ 29 હજાર 172 જેટલી દારૂની બોટલો સાથે 2.05 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો

New Update
  • LCB અને પોલીસ ટીમનો સપાટો

  • હરિયાણા-પંજાબથી વિદેશી દારૂનું નેટવર્ક

  • જુદા જુદા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો

  • બે ટ્રક અને ટોયોટા કારમાંથી મળી આવ્યો દારૂ

  • પોલીસે 2.56 કરોડ ઉપરાંતનો મુદ્દામાલ કર્યો જપ્ત 

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ટીમને મોટી સફળતા મળી હતી,જેમાં પોલીસે બે ટ્રક ભરીને વિદેશી દારૂ ઝડપી લીધો હતો,અને રૂપિયા 2.05 કરોડનો શરાબ પોલીસે જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી હતી.

દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હરિયાણા અને પંજાબથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.LCB અને પોલીસની ટીમે ચોક્કસ બાતમીને આધારે ફતેપુરા તેમજ કતવારા અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રેડ કરી હતી.જેમાં એલસીબીને મોટી સફળતા પ્રાપ્ત થઇ હતી.

પોલીસે બે ટ્રક અને એક ટોયોટા કારમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી લીધો હતો.જેમાં કુલ 29 હજાર172 જેટલી દારૂની બોટલો કિંમત રૂપિયા 2 કરોડ 5 લાખ 92 હજાર 214 રૂપિયાની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો,અને ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ બે ટ્રક અને ટોયોટા કાર મળીને રૂપિયા 50 લાખના વાહનો પણ જપ્ત કર્યા હતા.આમ કુલ રૂપિયા 2 કરોડ  56 લાખ 68 હજાર 750નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

Latest Stories