દાહોદમાં MGVCLનું મેગા વીજ ચેકિંગ
લીમડીમાંથી 1 કરોડની વીજ ચોરી ઝડપાઈ
વીજ ચેકિંગમાં વિવિધ રીતે ગેરરીતિઓ આવી બહાર
69 ટીમોએ આખા જિલ્લામાં વીજ ચેકીંગ હાથ ધર્યું
મોટા પ્રમાણમાં વીજ મીટર કરવામાં આવ્યા જપ્ત
દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપનીની વિવિધ ટીમો દ્વારા મેગા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લીમડી ગામમાંથી 1 કરોડની વીજ ચોરી ઝડપાઈ હતી.વીજ કંપનીની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દાહોદ જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લી. દ્વારા મેગા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,અને MGVCLની કુલ 69 ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે લીમડી ગામને ધમરોળવામાં આવ્યું હતું.જેમાં 1 કરોડ ઉપરાંતની વીજ ચોરી ઝડપાઈ હતી.વીજ ચોરો દ્વારા વીજ મીટરમાં ડાયોડ લગાવી રીડિંગ ઓછું કરવાની તરકીબ અજમાવવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું.આ ઉપરાંત વીજ તાર પર લંગર નાખી વીજ ચોરી કરવાની ઘટના પણ પ્રકાશમાં આવી હતી.વીજ કંપની દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ દરમિયાન મોટા પ્રમાણમાં વીજ મીટર જપ્ત કરીને પરીક્ષણમાં મોકલવામાં આવ્યા હતા.વીજ કંપનીની કાર્યવાહીને પગલે વીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.