દાહોદ : ગોદીરોડ ઓવરબ્રિજ નજીકના દબાણો દૂર કરાયા,સ્થાનિકોમાં રોષ

દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા.

New Update
દાહોદ : ગોદીરોડ ઓવરબ્રિજ નજીકના દબાણો દૂર કરાયા,સ્થાનિકોમાં રોષ

દાહોદ પાલિકાએ ગોદીરોડ ઓવરબ્રિજ આગળના અવરોધરૂપ દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણો દૂર કર્યા હતા. આ બાબતે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે

દાહોદ શહેરના ગોદીરોડ ઓવરબ્રિજ નજીક નગરપાલિકા તંત્ર દ્રારા જેસીબી વડે શોપિંગ સેન્ટરના ઓટલા તોડી રસ્તામાં અવરોધ રૂપ દબાણો દૂર કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેના પગલે શોપિંગ સેન્ટરના દુકાનદારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આ શોપિંગ સેન્ટરની બહાર અવાર નવાર ટ્રાફિક જામ તેમજ રસ્તામાં અડચણ રૂપ વાહનો ઉભા રહેતા હોવાના કારણે આ શોપિંગ સેન્ટરની ઘણા સમયથી ફરિયાદો ઉઠવા પામી હતી ત્યારે પાલિકા દ્રારા કોઈપણ સૂચના કે જાણ કર્યા વગર જેસીબી વડે રસ્તામાં અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી આ મામલે સ્થળ પર હાજર પાલિકાના જવાબદાર અધિકારો સાથે પૂચ્છા કરતા પાલિકાના જવાબદાર અધિકારો દ્રારા આ મામલે મૌન સેવી લીધું હતું પરંતુ સ્માર્ટ સીટી અંતર્ગત અવરોધ રૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Latest Stories