/connect-gujarat/media/post_banners/61c9337a71a6d98b76ece2beb811e41807cf0cedb356aa1b60529d331f321a50.jpg)
દાહોદના રામપુરા નજીક ખાનગી લક્ઝરી બસ પલટી જતા દોડધામ મચી જવા પામી હતી જો કે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
દાહોદના રામપુરા નજીક આજે વહેલી સવારના 5:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ઇન્દોર જઈ રહેલી ખાનગી લક્ઝરી બસનું આગળનું ટાયર ફૂટતા ચાલકે સંતુલન ગુમાવતા ખાનગી બસ ડિવાયડર પર ચડીને સામેના રોડ ઉપર પલ્ટી મારી ગઈ હતી. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં મોટી જાનહાની ટળી હતી જો કે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા