Connect Gujarat
ગુજરાત

દાહોદ: સંજેલીની વાણીયા ઘાટી પ્રા.શાળાના ઓરડાની દિવાલ ધરાશાયી, મોટી દુર્ઘટના ટળી

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી ગામની પ્રાથમિક શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

X

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણીયા ઘાટી ગામની પ્રાથમિક શાળામાં મોટી દુર્ઘટના ટળી હતી. શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાણિયા ઘાટી ગામની પ્રાથમિક શાળાની દીવાલ સાથે છત ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે રવિવાર હોવાથી મોટી જાનહાની ટળતા ગામ લોકોએ હાશ અનુભવી હતી. શાળાના ઓરડા જર્જરિત હોવાથી તોડી પાડી નવા ઓરડા બનાવવા માટેની અવારનવાર વિદ્યાર્થીઓના વાલીઓએ તેમજ ગામના આગેવાનો દ્વારા ગ્રામ પંચાયતના સરપંચ તેમજ શાળાના આચાર્ય જાણ કરવામાં આવી હતી . તેમ છતાં પણ બાળકોને જીવના જોખમે ઓટલા પર બેસાડી ભણવામાં આવી રહ્યા છે ત્યારે અચાનક રવિવારના રોજ બપોરે દિવાલ સાથે પતરાની છત ધસી પડતા સદનસીબે મોટી હોનારત ટળી હતી. શાળામાં 1થી 5 ધોરણ ચાલે છે. એક વર્ગમાં 1,2 ધોરણનાં બાળકો બેસાડવામાં આવે છે. દાતા દ્વારા આપેલ રૂમમાં 3,4 ના બાળકોને બેસાડવામાં આવે છે.અને જર્જરિત ઓરડામાં કોઈને બેસાડવામાં આવતા નથી. તેના ઓટલા પર ધોરણ 5 ના બાળકોને બેસાડવામાં આવે છે.છેલ્લા ચાર- પાંચ વરસ વીતી ગયાં છતાં પણ શાળા તોડવાની કે બાંધકામ કરવાની ફાઈલ જાણે તાલુકા કક્ષાએ અભરાઈએ ચડી હોય તેમ હજુ સુધી રૂમ તોડી પાડવાની કે બાંધકામની મંજૂરી મળી નથી.

Next Story