New Update
SBI બેંકમાં લોન કૌભાંડથી ચકચાર
ખુદ મેનેજરે જ આચર્યું કૌભાંડ
બોગસ પગાર સ્લીપના આધારે મંજુર કરી લોન
19 વ્યક્તિઓ મળીને 22.79 કરોડનું લોન કૌભાંડ
પોલીસે તત્કાલીન બેંક મેનેજરની કરી ધરપકડ
દાહોદ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં રૂપિયા 22.79 કરોડના લોન કૌભાંડનો ભાંડો ફૂટતા ચકચાર મચી ગઈ હતી.અને આ ઘટનામાં સંડોવાયેલા બેંકના તત્કાલીન મેનેજરની પોલીસે ધરપકડ કરી હતી.
ગુજરાતીમાં કહેવત છે કે વાડ જ ચીભડા ગળે તો ફરિયાદ કોણે કરવી! આવી જ એક ઘટના દાહોદમાંથી પ્રકાશમાં આવી છે.દાહોદની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી 22.79 કરોડના લોન કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.જેમાં બેંકના તત્કાલીન મેનેજર દ્વારા ખોટી પગાર સ્લીપો અને દસ્તાવેજના આધારે 19 જેટલા લોકોને કુલ રૂપિયા 22.79 કરોડની લોન મંજુર કરી આપી હતી.આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવતા બેંક ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો.
વડોદરાના સમા -સાવલી રોડ પર રહેતા ગુરમીતસિંહ 2022 થી 2024 સુધી દાહોદની SBI બેંકના મુખ્ય બ્રાંચ મેનેજર હતા,અને તેઓએ આ સમગ્ર કૌભાંડને અંજામ આપ્યો હોવાના આક્ષેપ સાથે વર્તમાન SBI બેંકના મેનેજર દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દર્જ કરાવવામાં આવી હતી.અને પોલીસે આરોપી તત્કાલીન બેંક મેનેજર ગુરમીતસિંહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.
Latest Stories