દાહોદ : બંદૂકની અણીએ ધોળા દિવસે મોબાઈલ શોપમાં બનેલી લૂંટની ઘટનાથી ચકચાર, પોલીસ દોડતી થઈ...

મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી.

New Update
દાહોદ : બંદૂકની અણીએ ધોળા દિવસે મોબાઈલ શોપમાં બનેલી લૂંટની ઘટનાથી ચકચાર, પોલીસ દોડતી થઈ...

દાહોદ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા તેમજ હાર્દસમા ગણાતા સ્ટેશન રોડ ઉપર આવેલી મોબાઈલની દુકાનમાં કોસ્મેટિક આઈટમોના ફેરીયાના સ્વાગમાં આવેલા લૂંટારુંએ મોબાઇલની દુકાનમાં ઘુસી બંદૂકની અણીએ મોબાઈલ તેમજ રોકડ રકમની સનસનાટી ભરી લૂંટ ચલાવી હતી.

મળતી માહિતી અનુસાર, દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં ટાઇટનિક કોમ્પ્લેક્સના ભોયતળિયે આવેલી બદરી મોબાઈલ નામક દુકાન ચલાવતા વેપારી પાસે આકોસ્મેટીક આઈટમોના વેચાણ કરવાનાં ફેરિયાના સ્વાન્ગમાં MH-30-AP-2997 નંબરની મોટર સાયકલ પર આવેલા લુટારૂએ મોબાઈલ ખરીદવાના નામે દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાં બેસેલા વેપારીને રિવોલ્વર બતાવીને તેની પાસેથી મોબાઇલ તેમજ 50 હજારની રોકડ રૂપિયાની લૂંટ ચલાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, દુકાનદાર તેમજ રોડ પર ઉભેલા એક રાહદારી વૃદ્ધે લુરારુંને પડકારતા બંદૂક દેખાડી પોતાનું કોસ્મેટિકનું સમાન રોડ પર મૂકી ભાગી છૂટ્યો હતો. જોકે, આ સમગ્ર ઘટના કોમ્પ્લેક્સમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જે બાદ પોલીસને જાણ કરતા દાહોદ એલસીબી, દાહોદ ટાઉન, એ' ડીવીઝન, બી' ડીવીઝન, પોલીસ ઘટના સ્થળે પહોંચી CCTV કેમેરા ફૂટેજના આધારે લુરારૂનો પગેરું શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories