Connect Gujarat
ગુજરાત

દાહોદ : સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોથી સ્થાનિકો ત્રસ્ત

વોટર પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટરના કામોમાં આડેધડ ખોદકામ, માર્ગ પર ખાડા સામ્રાજ્યથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા.

X

દાહોદ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાની પ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. દાહોદ શહેરમાં ખાડાના સામ્રાજ્યથી નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

દાહોદ શહેર સ્માર્ટ સિટી તરફ હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે નગરવાસીઓને સ્માર્ટ સિટી ક્યારે જોવા મળશે તે એક મોટો પ્રશ્ન છે. શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોથી છેલ્લા કેટલાય સમયથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. એક તરફ રસ્તાઓ પહેલેથી બિસ્માર છે, તેવામાં વરસાદના કારણે ઠેર ઠેર ખાબોચિયા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ અને ભૂગર્ભ ગટર યોજના જેવા કામોના લીધે રસ્તા ઉપર આડેધડ ખોદકામ કર્યા બાદ રસ્તાનું કામ ન થતાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે.

તો સાથે જ કાદવ કીચડ થવાથી રોગાચાળો ફાટી નીકળવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. બિસ્માર રસ્તાઓના કારણે અનેક વાહનચાલકો અકસ્માતનો પણ ભોગ બની રહ્યા છે, ત્યારે સ્માર્ટ સિટીના કામની આયોજનબધ્ધ કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે.

Next Story