New Update
દાહોદમાં SMCની કાર્યવાહી
20 લાખનું ડ્રગ્સ જપ્ત
બે આરોપીની ધરપકડ
રાજસ્થાનનો સપ્લાયર વોન્ટેડ
પોલીસે વધુ તપાસ શરૂ કરી
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે બે ઇસમોની ધરપકડ પણ કરી હતી.
દાહોદમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા દરમિયાન 20 લાખ રૂપિયાનું એમ ડી ડ્રગ્સ ઝડપાયું છે.SMCની ટીમે દાહોદના બસ સ્ટેશન કે સર્જીકલ હોસ્પિટલના નજીકના વિસ્તારમાંથી બાતમીના આધારે હેરાફેરી દરમિયાન 204.960 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.જેમાં મધ્યપ્રદેશના રતલામ ગામના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.મુખ્ય આરોપીનું નામ મકબુલ મતલુબ કુરેશી રહેવાસી હરિજાન બસ્તી કસાઈ મંડી મોચીપુરા રતલામ અને બીજો આરોપી અનસઅલી અનવરઅલી સૈયદ રહેવાસી કનીપુરા દાઉદ ખાન ગ્રોસરી સ્ટોર પાસે રતલામ મધ્યપ્રદેશ આ બન્ને લોકો મધ્યપ્રદેશ પારસીંગની કારમાં 204.960 ગ્રામ એમડી ડ્રગ્સ ગુજરાતમાં સપ્લાય કરવા માટે લઈ જતા હતા.
ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળી હતી અને બાતમીના આધારે વોચ દરમિયાન એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં સફળતા મળી છે.20 લાખ 49 હજાર 600 રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સ 15 હજારની કિંમતના 3 મોબાઈલ 9 હજાર 800 રૂપિયા રોકડા અને ફોર વ્હીલર ગાડીની કિંમત 5 લાખ મળી મળી SMCની ટીમે 25 લાખ74 હજાર 400 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ એમડી ડ્રગ્સનો જથ્થો ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યો હતો.તેની તપાસમાં પોલીસ જોતરાઈ છે.જયારે રાજસ્થાનના પ્રતાપગઢ વિસ્તારનો રહેવાસી લાલા પઠાણ કે જે સપ્લાયર તરીકે જાહેર કરાયો છે,તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને દાહોદના બી ડિવિઝન પોલીસ મથક ખાતે SMCની ટીમે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Latest Stories