Connect Gujarat
ગુજરાત

દાહોદ : પાલિકાના ચીફ ઓફિસર સાથે થયેલ મારામારીનો મામલો, 3 પાલિકાના કર્મચારીઓની હડતાળ..!

દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલ વચ્ચે મારામારીની ઘટના બની હતી.

થોડા દિવસો અગાઉ દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે મારામારીની ઘટના સામે આવી હતી, ત્યારેક આ મામલે જિલ્લાની 3 નગરપાલિકાના કર્મચારીઓએ હડતાળ યોજી વિરોધ દર્શાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા તેમજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીના પંચાલના પતિ ધમુ પંચાલ વચ્ચે મારામારીની ઘટના બની હતી. આ ઘટનાને લઈને પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી છે, ત્યારે દાહોદ પાલિકા, ઝાલોદ પાલિકા તેમજ દેવગઢબારિયા પાલિકાના કર્મચારીઓએ આ મામલે વિરોધ નોંધાવી હડતાળ પર ઉતર્યા છે. ત્રણેય નગરપાલિકાના કર્મચારીઓએ પાલિકાના મુખ્ય દ્વારને તાળા મારી કચેરી બહાર વિરોધ દર્શાવ્યો હતો. બીજીવાર વહીવટી કર્મચારીઓ સાથે મારામારીની ઘટના ન બને તેને લઈને તેઓ હડતાળ ઉપર ઉતર્યા છે. જોકે, આવી ઘટનાઓ બનતી અટકવી જોઈએ તેવી પાલિકા કર્મીઓએ માંગ કરી હતી. તો બીજી તરફ, કર્મચારીના મહામંડળના પ્રમુખ-ઉપપ્રમુખ પણ દાહોદ ખાતે દોડી આવ્યા હતા. કર્મચારી મહામંડળ સાથે બેઠકો યોજી યોગ્ય નિર્ણય લેવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. જો આ પ્રશ્નનું કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં માસ સીએલ ઉપર ઉતરવાની ત્રણેય પાલિકાના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે.

Next Story