દાહોદ: શિક્ષકોએ પડતર પ્રશ્ને બાબતે રસ્તા પર બેસી રામધૂન બોલાવી,સરકાર સામે નોંધાવ્યો વિરોધ

શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા દાહોદના સ્ટેશન રોડ ઉપર રસ્તા પર બેસી રામધૂન બોલાવી શિક્ષકોએ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો

New Update

ગુજરાતમાં 2022 નું ઈલેક્શન હતું તે સમયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ પડતર માંગોને લઈને અલગ અલગ પ્રકારે વિરોધ નોંધાવ્યો હતો તે સમયે તત્કાલીન શિક્ષણ મંત્રી દ્રારા શિક્ષકોની પડતર માંગો પૂર્ણ કરવા માટે આશ્વાશન આપવામાં આવ્યું હતું અને વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ હોવા છતાંય અને નવી સરકારને એક વર્ષ પૂર્ણ થવા છતાંય માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની પડતર માંગો પૂર્ણ ન થતા ફરીથી પડતર માંગોને સરકાર સમક્ષ સ્વીકારવા માટે શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના ધરણાઓ તેમજ વિરોધ પ્રદર્શન યોજવા માટેના કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે જેમાંથી આ સાતમો કાર્યક્રમ રામધૂન બોલાવી અને સરકારનો વિરોધ નોંધાવવા માટેનો હતો જેમા દાહોદના સ્ટેશન રોડ ઉપર આવેલા સ્વામી વિવેકાનંદ સર્કલ ની સામે ખુલ્લી જગ્યામાં બેસી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના નેજા હેઠળ રામધુન બોલાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો

Latest Stories