દાહોદ : લીમખેડા હાઈવે પર ટ્રક,ટેમ્પો અને એસટી બસ વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા ભારે ટ્રાફિક જામ,4 લોકો ઈજાગ્રસ્ત

દાહોદના લીમખેડા ગામ નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રક, આઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતા,

New Update
  • લીમખેડામાં સર્જાયો ટ્રિપલ અકસ્માત

  • ટ્રક,ટેમ્પો,અને એસટી બસ વચ્ચે અકસ્માત

  • ચાર લોકો થયા ઇજાગ્રસ્ત

  • હાઇવે પર સર્જાયો ટ્રાફિકજામ

  • પોલીસે શરૂ કરી તપાસ 

દાહોદના લીમખેડા ગામ નજીક મોડી રાત્રે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રકઆઈસર ટેમ્પો અને એસટી બસ એકબીજા સાથે અથડાયા હતાજેમાં ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.અને હાઇવે પર ટ્રાફિકજામ સર્જાય ગયો હતો.

દાહોદના લીમખેડા હાઈવે પર મોદી રાત્રે ટ્રક આઇસર ટેમ્પો અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં માલવાહક ટ્રક પલ્ટી મારી જતા તેમાં ભરેલો સામાન રોડ પર વિખેરાઇ ગયો હતો.અકસ્માત એટલો ગંભીર હતો કે ત્રણેય વાહનોને ભારે નુકસાન થયું હતું.સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે હાઈવે પર બે કલાકથી વધુ સમય સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતોજેના કારણે વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો.

દાહોદ તરફ જતી ટ્રક અને ઇન્દોર તરફ જતો આઈસર ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થઈ હતી. આ બંને વાહનો રસ્તાની વચ્ચે અટકી પડ્યા બાદઇન્દોરથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકને અંધારાને કારણે આગળના વાહનો ન દેખાતા બસ પણ તેમની સાથે અથડાઈ હતી.

અકસ્માતની જાણ થતાં જ લીમખેડા પોલીસ સ્ટેશનની ટીમ અને ભથવાડા ટોલ બુથની રેસ્ક્યુ ટીમ ક્રેન સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ક્રેનની મદદથી ક્ષતિગ્રસ્ત વાહનોને હાઈવે પરથી હટાવવામાં આવ્યા હતા.અકસ્માત અંગે લીમખેડા પોલીસે અકસ્માત તપાસ શરૂ કરી છે.

Latest Stories