કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડ અંતર્ગત રેલી
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યોજાઈ રેલી
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ રેલીમાં રહ્યા ઉપસ્થિત
રેલીમાં વોટ ચોર ગાદી છોડના નારા લાગ્યા
કોંગી નેતાઓએ જનસભાને કર્યું સંબોધન
દાહોદમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં વોટ ચોર ગાદી છોડના નારા સાથે રેલી યોજાઈ હતી,ત્યાર બાદ કોંગી નેતાઓએ જનસભાને પણ સંબોધિત કરી હતી.
કોંગ્રેસ દ્વારા કેન્દ્રની મોદી સરકાર પર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.અને દેશભરમાં કોંગ્રેસ દ્વારા વોટ ચોર ગાદી છોડના નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે,જેના ભાગરૂપે દાહોદ ખાતે પણ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની આગેવાનીમાં વોટ ચોર ગાદી છોડ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગ અમિત ચાવડા સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક,ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી,તુષાર ચૌધરી,લાલજી દેસાઈ, ભરત સોલંકી તેમજ મધ્યપ્રદેશ ઝાબુઆના ધારાસભ્ય વિક્રાંત ભુરીયા સહિતના નેતાઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ રેલી ગોધરા રોડથી શરૂ થઈને રળીયાતી ખાતેના રાધે ગાર્ડન પર પૂર્ણ થઇ હતી,ત્યાર બાદ કોંગી નેતાઓએ જનસભાને સંબોધિત કરી હતી,જેમાં ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા