/connect-gujarat/media/media_files/2025/10/04/limkheda-railway-station-2025-10-04-16-51-41.jpg)
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પટવાણ ગામની પરણિતાએ 2 બાળકો સાથે રેલ્વે ટ્રેક પર પડતુ મુકી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પટવાણ ગામની પરણિતાએ લીમખેડા રેલ્વે સ્ટેશન નજીક રેલ્વે ટ્રેક પર 2 બાળકો સાથે ગુડ્સ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હતો.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/10/04/dahod-suicide-2025-10-04-16-51-50.jpg)
બનાવની જાણ થતા જ મહિલાના પિયર પક્ષના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તો બીજી તરફ, રેલ્વે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ. અર્થે મોકલવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ, પતિ, સાસુ અને સસરાના માનસિક ત્રાસથી કંટાળી પરણિતાએ 2 પુત્રો સાથે આપઘાત કર્યો હોવાનો પિયર પક્ષે આક્ષેપ કર્યો હતો.