Connect Gujarat
ગુજરાત

ડાંગ : ઇલેક્ટ્રીક સામાન ભરેલી પિકઅપ વાનમાં આગ ફાટી નીકળી, ફાયર ફાઇટરો દોડ્યા...

ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ માર્ગ પરથી પસાર થઈ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

X

ડાંગ જિલ્લાના સાપુતારા-વઘઇ માર્ગ પરથી પસાર થઈ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સાપુતારાથી વઘઇ તરફ જતાં મુખ્ય માર્ગ પર સુરતથી વૃંદાવન રોહાઉસ ખાતે ઇલેક્ટ્રીક સામાનનો જથ્થો લઇને જઇ રહેલ પિકઅપ વાનમાં અચાનક આગ લાગતાં ભડભડ સળગી ઉઠી હતી. પિકઅપ વાન ચલાવનાર કમલેશ ગોસાઈએ જણાવ્યુ હતું કે, પિકઅપ વાન નં. GJ-5-UU-7182 લઈને સાપુતારા ઘાટના ટર્નિંગ પર અચાનક વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ડ્રાઇવર સમય સૂચકતા વાપરી બચવામાં સફળ થયો હતો, જ્યારે પિકઅપ વાનમાં રહેલ સામાનને વહેલી તકે બહાર કાઢી લઈ આગની ઝપેટમાં આવતા પહેલા બચાવી લેવાયો હતો. બનાવની જાણ થતાં જ નોટિફાઇડ એરિયાના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં થતાં લોકોએ રાહત અનુભવી હતી.

Next Story