Connect Gujarat
ગુજરાત

ડાંગ : સુબિર ખાતે સ્વસ્છતા, પર્યાવરણ, દિપોત્સવ તથા મતદાર જાગૃતિ વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાય...

આ સ્પર્ધામા ધોરણ ૪થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાની વહેચણી વિભાગ પ્રમાણે કરવામા આવી હતી.

ડાંગ : સુબિર ખાતે સ્વસ્છતા, પર્યાવરણ, દિપોત્સવ તથા મતદાર જાગૃતિ વિષયો પર રંગોળી સ્પર્ધા યોજાય...
X

ડાંગ જિલ્લામાં નવજ્યોત શાળા-સુબિર ખાતે તાજેતરમાં જુદા-જુદા વિષયો જેમ કે, સ્વસ્છ ભારત, પર્યાવરણ બચાવો, દિપોત્સવી પર્વ, મતદાર જાગૃતિ, વગેરે ચાર વિષયો પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામા ધોરણ ૪થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધાની વહેચણી વિભાગ પ્રમાણે કરવામા આવી હતી. જેમા પ્રાથમિક વિભાગ ધોરણ ૪, ૫ માટે દિવાળી પર્વનો વિષય ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ ૬થી ૮ માટે પર્યાવરણ વિષય અને માધ્યમિક તથા ઉત્તર માધ્યમિક વિભાગ ધોરણ ૯થી ૧૨ માટે સ્વસ્છ ભારત તથા મતદાર જાગૃતિ આમ ચાર વિષયો ઉપર રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમા શાળાના કુલ 460 વિધ્યાર્થીઓએ ભાગ લિધો હતો. શાળાના તમામ વિદ્યાર્થીઓ દ્વારા રંગોળી સ્પર્ધાથી સ્વસ્છતા, પર્યાવરણ બચાવો, દિપોત્સવ, તથા મતદાર જાગૃતિ અંગેનો સંદેશ દરેક નાગરિક સુધી પહોંચે તે માટે વિદ્યાર્થીઓના વાલીઓને પણ મતદાર અંગેનો સંદેશો આપવામા હતો. સ્પર્ધાનું આયોજન શાળાના શિક્ષકો બંગાળ રમીલાબેન, ગાવિત સીતારામ તેમજ તેમજ નવજ્યોત શાળાના આચાર્ય સિ. મનિષા ગામિતના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યું હતું.

Next Story