ડાંગ : આહવા ખાતે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલીમ વર્ગ યોજાયો

આ તાલીમ વર્ગમાં આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નવા પિયર એજયુકેટરને RKSK પ્રોગ્રામની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી હતી

New Update

ડાંગ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિત, તથા આર.સી.એચ.ઓ. ડો. સંજય શાહના માર્ગદર્શન હેઠળ, અને તાલુકા આરોગ્ય કચેરીના THO ડો. અનુરાધા ગામિતના સહયોગથી તાજેતરમાં પિમ્પરી પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો. મિતાક્ષી પટેલના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ તાલીમ વર્ગમાં આહવાના ડાંગ દરબાર હોલ ખાતે નવા પિયર એજયુકેટરને RKSK પ્રોગ્રામની ઘનિષ્ઠ તાલીમ આપવામાં આવી હતી. જેમાં આમંત્રિત મેહમાન તરીકે આહવા ગ્રામ પંચાયતના સરપંચ હરિરામ સાવંત, તાલુકા પંચાયતની સામાજીક ન્યાય સમિતિના ચેરમેન દિપક પીપળે તથા ડાંગના DDO ડો. વિપીન ગર્ગ, ADHO, RCHO DQAMO તથા THO ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories