ડાંગ: સાપુતારાના વાતાવરણમાં પલટો, શીત લહેરથી સહેલાણીઓ ગેલમાં

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો

New Update
ડાંગ: સાપુતારાના વાતાવરણમાં પલટો, શીત લહેરથી સહેલાણીઓ ગેલમાં

ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત આસપાના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા આહ્લાદક નજારો જોવા મળ્યો હતો

ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાતાવરણનાં પલટા સાથે વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં કમોસમી માવઠાની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને લઈને ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર પંથકનું વાતાવરણ દ્વિભાસી પ્રતીત થયુ હતુ.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા,સુબિર, વઘઇ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં દિવસ દરમ્યાન અચાનક વાતાવરણનાં પલટા બાદ ગાઢ વાદળો ઘેરાવો ભરતા સમગ્ર પંથકોમાં ઠંડકની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં વાદળોનાં ઘેરાવા બાદ ઠેક ઠેકાણે અમીછાંટણા પણ થયા હતા.

Latest Stories