ડાંગ : દુર્ગમ જંગલ વિસ્તારમાં જઈને વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે DGVCLની કામગીરી શરૂ...

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં વલસાડ બાદ ડાંગ જિલ્લાનું આહવા સૌથી વધુ પ્રભાવિત થયું છે

New Update
ડાંગ : દુર્ગમ જંગલ વિસ્તારમાં જઈને વીજ પુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે DGVCLની કામગીરી શરૂ...

રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લા પ્રભાવિત થયા છે. જેમાં વલસાડ બાદ ડાંગ જિલ્લાનું આહવા સૌથી વધુ પ્રભાવિત થયું છે, ત્યારે વરસાદ રોકાયા બાદ હવે સમગ્ર ડાંગમાં યુદ્ધના ધોરણે રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

રાજ્યભરની સાથે જ ડાંગ જિલ્લો પણ ભારે વરસાદથી પ્રભાવિત થયો છે, ત્યારે ડાંગમાં વરસાદના કારણે વીજ લાઈનમાં ભંગાણ થયુ છે, જ્યાં રિસ્ટોરેશનની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. DGVCLના કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી જિલ્લામાં રાઉન્ડ ધ ક્લોક વીજ પ્રવાહ પૂર્વવત કરવાનું અભિયાન હાથ ધર્યું છે. આહવા, વઘઇ, સાપુતારા સબ ડિવિઝનના કર્મચારીઓ મુશળધાર વરસાદમાં પણ દુર્ગમ જંગલ વિસ્તારમાં ડુંગરો અને ખીણમાં જઈ છુટા છવાયા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત થાય તેની કામગીરી કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે 55થી વધુ વીજપોલ ધરાશાયી થયા છે. ઉપરાંત 11 ટ્રાન્સફોર્મર ફેલ થયા છે, જ્યારે અંદાજીત 12 કિલોમીટર જેટલા અંતરનો વીજ વાયર તૂટી જતાં સમારકામ હાથ ધરાયું છે.

Latest Stories