Connect Gujarat
ગુજરાત

ડાંગ : ધૂમમ્સ છવાતા સાપુતારામાં સર્જાયા આહલાદક દ્રશ્યો, પ્રવાસીઓમાં બન્યું આકર્ષણનું કેન્દ્ર...

ડાંગ જિલ્લાનું પ્રાકૃતિક સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું, રવિવારની મજા માણવા પ્રવાસીઓની ઉમટી ભારે ભીડ.

X

ગિરિમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા રવિવારની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી.

વરસાદી વાતાવરણ વચ્ચે ડાંગ જિલ્લાનો નજારો કઈક અલગ જ જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં ડાંગ જિલ્લો પ્રકૃતિક સૌંદર્યથી ખીલી ઊઠે છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ વચ્ચે ગિરિકન્દ્રામાં ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલ સર્જાયો છે, દિવસભર ધુમ્મસિયા માહોલ અને વરસાદી હેલી વચ્ચે નૌકાવિહાર, ઘોડેસવારી, સહીત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીની ખુબ મજા માણી રહ્યા હતા.

સાથોસાથ જિલ્લાનું પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠતા સાપુતારા આહવા માર્ગ ઉપર ઠેરઠેર અનેક ઝરણાં ખીલી ઉઠતા પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્યારે આજે રવિવારની મજા માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી હતી. માર્ગો ઉપર વાહનોની લાઈનો લાગી જતાં ટ્રાફિક જામ ની સ્થિતી સર્જાઇ હતી. જેને લઈને પોલીસે ટ્રાફિકજામની સમસ્યાને ઉકેલવાની કામગીરી હાથ ધરી હતી.

Next Story