ડાંગ : અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોએ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં 1340 દર્દીઓને સેવાનો લાભ આપ્યો

આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 1340 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો.

ડાંગ : અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોએ સર્વરોગ નિદાન-સારવાર કેમ્પમાં 1340 દર્દીઓને સેવાનો લાભ આપ્યો
New Update

ડાંગ જિલ્લાના આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે કાંતિલાલ જે. પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ-આહવા, નોવા સાઉથ ઈસ્ટર્ન યુનિવર્સિટી મેડીકલ કોલેજ, ફલોરીડા (યુ.એસ.એ) તેમજ ડાંગ વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આહવા સ્થિત વનબંધુ આરોગ્ય ધામ ખાતે યોજાયેલ વિનામુલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પમાં 1340 જેટલા જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો. ઉલ્લેખનિય છે કે, આહવાના વનબંધુ આરોગ્ય ધામ ખાતે ગુજરાત રાજ્યના તજજ્ઞ ડોક્ટરોની ટીમની સાથે મળીને, અમેરીકાના તજજ્ઞ ડોક્ટરોની ટીમ દ્વારા પ્રતિવર્ષ સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનુ આયોજન કરવામા આવે છે. જે મુજબ આ વર્ષે યોજાયેલા 5 દિવસ કેમ્પ દરમિયાન સિસ્ટ રિમુવના 4 દર્દીઓ, ઓપરેશનની જરૂરિયાત ધરાવતા 30 દર્દીઓ, દંતરોગના 524 દર્દીઓ, દાંતની જુદી જુદી સારવાર જેવી કે, ફિલિગ, દાંત કાઢવા તથા દાંતની સફાઈના 24 દર્દીઓ, 744 જેટલા આંખ રોગના દર્દીઓ, 349 ચશ્માની જરૂરિયાતવાળા દર્દીઓ, આંખ રોગની દવાની જરૂરિયાત ધરાવતા 82 દર્દીઓ, મોતીયાના ઓપરેશન માટેના 34 દર્દીઓ, તથા અન્ય ખાસ પ્રકારના આંખ રોગને લગતા 27 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન વનબંધુ આરોગ્ય ધામ ખાતે નવી ઉપલબ્ધ કરવાયેલી 5 ઇમરજન્સી બેડની સુવિધાઓનો આહવાના સરપંચના હસ્તે શુભારંભ કરાવાયો હતો.

#Gujarat #Dang #Connect Gujarat #BeyondJustNews #America #treatment #doctors #Camp #diagnosis #Specialist
Here are a few more articles:
Read the Next Article