ડાંગ જિલ્લાની આત્મનિર્ભર મહિલાઓએ મશરૂમની ખેતી શરૂ કરી છે. અહીની મહિલાઓ પોતાના ઘરે જ મશરૂમનું સફળ વાવેતર કરી મબલક આવક મેળવી રહી છે.
ડાંગ જિલ્લો પછાત વિસ્તાર ધરાવે છે. અહીના લોકો ખેતીવાડી સાથે પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. વધઇ, સાપુતારા અને શામગહાન સહિતના ગામની બહેનોએ કઈક અલગ કરવાની નેમ સાથે ખેતી શરૂ કરી છે. સ્વસહાય મહિલા જૂથની બહેનો આત્મનિર્ભર બની મશરૂમની ખેતી કરી રહી છે. મશરૂમની ખેતી કરી બહેનો સારી આવક મેળવે છે. કોરોના મહામારી દરમ્યાન મહિલા જૂથની બહેનોએ પોતાના ધરેથી જ મશરૂમની ખેતી કરીને વેચાણ શરૂ કર્યું છે. બાયફ સંસ્થાની મદદ લઇને ધઉંના પરાળમાંથી વાંસ ઉપર ૫૦ જેટલા સિલિન્ડર તૈયાર કરી એમાં ૨૦ કિ.ગ્રા. જેટલુ મશરૂમનું બિયારણ નાખવામાં આવ્યું હતું. મશરૂપ તૈયાર થયાના એકવાર પાક લીધા બાદ ૮ દિવસમાં ફરી પાક તૈયાર થઇ જાય છે. મશરૂમની ખેતીમાં ડ્રીપ ઈરીગેશનની મદદથી પાણીનો પણ બચાવ થાય છે. ડાંગ જિલ્લાના મશરૂમની અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જીલ્લામાં નિકાસ કરવામાં આવે છે.