ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનનું "સંકટ", પડતર પ્રશ્ને એસટી નિગમ આવ્યું મેદાને...

વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું.

ગુજરાત સરકાર સામે વધુ એક આંદોલનનું "સંકટ", પડતર પ્રશ્ને એસટી નિગમ આવ્યું મેદાને...
New Update

સરકાર સામે વધુ એક આંદોલનનું સંકટ ઉતાપણ થયું છે. એસટી. નિગમના માન્ય સંગઠનોની સંકલન સમિતિ દ્વારા એસટી. નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે આંદોલનની નોટિસ આપવામાં આવી છે.

વાહન વ્યવહાર મંત્રીની અધ્યક્ષતામાં 20 ઓક્ટોબર 2021ના રોજ બેઠક મળી હતી. જેમાં લેખિત સમાધાન કરવામાં આવ્યું હતું. આર્થિક મુદ્દાને લઈ ચૂકવણી અમલવારીના આદેશ આપ્યો હતો. પરંતુ તેની પુરેપુરી અમલવારી ન થતાં ફરી કર્મચારીઓ સરકારને ઘેરવાના મૂડમાં છે. એસટી. વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈ નજર અંદાજ કરવામાં આવતા કર્મચારીઓ રોષ જોવા મળ્યો છે. સંકલન સમિતિએ નોટિસ આપી આંદોલનનો કાર્યક્રમ પણ જાહેર કરી દીધો છે. 6 સપ્ટેમ્બરના ટેક્ષ મેસેજ, ટ્વિટર ઉપર તેમજ સ્ટેટસ રાખી પોતાની વ્યાજબી માંગણી રજુ કરશે. તા. 17થી 20 સપ્ટેમ્બર એસટી. નિગમના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજ બજાવશે. રીશેષ સમય દરમિયાન પોતાની ફરજના સ્થળે ડેપો વર્કશોપ ખાતે નિગમની પ્રિમાઈસીસમાં બહાર રહી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવશે. ઉપરાંત તા. 21 અને 22 સપ્ટેમ્બર નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે, અને 22 સપ્ટેમ્બર મધ્યરાત્રિથી નિગમના તમામ કર્મચારીઓ પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #bus #employees #ST Corporation #State Transport
Here are a few more articles:
Read the Next Article