ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે

New Update
ગુજરાતમાં ભાજપ સરકારનો તારીખ 12મી ડિસેમ્બરે શપથગ્રહણ સમારોહ, તૈયારીઓ શરૂ

ગુજરાતમાં ભાજપે 150થી વધુ બેઠકો મેળવીને સૌથી વધુ બેઠકો જીતવાનો રેકોર્ડ તો સર્જયો જ છે, સાથે જ ભાજપ હવે એક રાજ્યમાં સૌથી વધુ સમય સુધી શાસન કરનાર પક્ષ બન્યો છે ત્યારે 12 ડિસેમ્બરે નવી સરકાર શપથ ગ્રહણ કરશે જેને લઈને ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત વિજય મેળવ્યા બાદ નવી સરકારની શપથવિધિ માટે ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ પસંદ કરવામાં આવ્યું છે જ્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે 12 ડિસેમ્બરે શપથવિધિમાં ભાજપ શાસિત રાજ્યોના દરેક મુખ્યમંત્રી હાજર રહેશે તો સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે જેના માટે વિશાળ ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે.આ ગ્રાઉન્ડ ખાતે 3 ડોમ ઊભા કરવામાં આવી રહ્યા છે એક ડોમ સીએમ અને મંત્રીમંડળના સભ્યો માટે અને બીજો ડોમ આવનાર મહેમાનો માટે ત્યારે શપથગ્રહણ સમારોહમાં 50 હજારની આસપાસ લોકો ઉપસ્થિત રહે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Latest Stories