અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન દાદાના સિંહાસનને રથયાત્રાનો શણગાર

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો

New Update

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક એવા સાળંગપુર ગામ સ્થિત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટ સહિત રથયાત્રાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત અને આસ્થાના પ્રતિક સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ અષાઢી બીજ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી દાદાને 500 કિલો જાંબુના અન્નકૂટનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

હનુમાનજી દાદાની પ્રતિમા પાસે રથયાત્રા પ્રતિકૃતિ બનાવી દાદાના સિંહાસનને 500 કિલો જાંબુ વડે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે. વહેલી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ કષ્ટભંજનદેવને કરવામાં આવેલ જાંબુ અન્નકૂટના દિવ્ય દર્શનનો પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Latest Stories