ગુજરાત રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધી,53 હજાર સ્ટુડન્ટ્સે ઈ વ્હીકલ ખરીદ્યા

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારી સહાયનો લાભ મેળવી ધોરણ 9 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા કુલ 53,000 વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે.

New Update

ગુજરાત રાજ્યમાં સ્કૂલ તેમજ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઇલેક્ટ્રિક વાહનનો ક્રેઝ વધી રહ્યો છે,રાજ્ય સરકાર ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી દ્વારા 56 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં સરકારી સહાયનો લાભ મેળવી ધોરણ 9 થી કોલેજ સુધીમાં અભ્યાસ કરતા કુલ 53,000 વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રિક વાહનો ખરીદ્યા છે. કલાઈમેન્ટ ચેન્જ વિભાગના રાજ્ય મંત્રી મૂળુ બેરાના જણાવ્યા મુજબ આ માટે સરકાર દ્વારા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી - GEDA મારફત કુલ 56 કરોડથી વધુ રકમની સહાય ચૂકવવામાં આવી છે.
વધુમાં મંત્રીએ જણાવતા કહ્યું હતું કે સરકારની યોજના અંતર્ગત ત્રિચક્રીય વાહન ઉપર રૂપિયા 48 હજાર અને દ્વિચક્રીય વાહન પર રૂપિયા 12 હજારની સહાય મળવાપાત્ર છે. આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર- DBT દ્વારા ચૂકવવામાં આવે છે. આ દ્વિચક્રીય વાહન ચલાવવાનો ખર્ચ અંદાજે માત્ર 20 પૈસા પ્રતિ કી.મી. જેટલો છે. ત્રિચક્રીય વાહન યોજના' અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 925 લાભાર્થીઓ લાભાન્વિત થયા છે.
#Gujarat #CGNews #Students #Electric vehicles #Electric Scooter #New Electric Scooter
Here are a few more articles:
Read the Next Article