Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર ખાતે યુવા સ્વાભિમાન સંમેલનમાં હાજરી આપવા જતાં ભરૂચના કોંગી કાર્યકારોની અટકાયત

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.

X

ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા યુવા સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાજરી આપવા જતાં ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ સહિતના કાર્યકારોની કરજણ ટોલ ટેક્સ પરથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

રાજ્યમાં સરકારી નોકરીઓની ભરતીઓમાં પેપર ફૂટવાની ઘટના અને વધી રહેલી બેરોજગારી સહિત મુદ્દાઓના વિરોધમાં આજે 28 માર્ચના રોજ ગાંધીનગર ખાતે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા 'યુવા સ્વાભિમાન સંમેલન' રાખવામાં આવ્યું છે. જેમાં ભરૂચ જિલ્લા યુવક કોગ્રેસના સભ્યો પણ હાજરી આપવા જઈ રહ્યા હતા, તે દરમ્યાન કરજણ ટોલ ટેક્સ ખાતે ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખ રાધે પટેલ સહિતના કાર્યકારોની પોલીસ દ્વારા અટકાયત કરી ભરૂચ શહેર એ' ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.

તો બીજી તરફ પોલીસ દ્વારા ભરૂચ NSUIના આગેવાન યોગી પટેલની પણ અટકાયત કરાતા NSUIના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ગભરાયેલી ભાજપ સરકાર પોલીસને હાથો બનાવી યુવાઓનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગુજરાતનો યુવાન સરકારની નીતિઓથી હવે પરિચિત થયો છે, ત્યારે હવે યુવાઓ તેનો એનો જવાબ આવનાર વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરીને આપશે તેવું ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ ઉપપ્રમુખે જણાવ્યુ હતું.

Next Story