Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા: PM મોદીના આગમન પૂર્વે ગોમતી ઘાટ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાયો

PM મોદી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા પધારી રહ્યા છે ત્યારે ગોમતી ઘાટ પર વોટર પ્રોજેક્શન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 25 ફેબ્રુઆરીના રોજ દ્વારકા પધારી રહ્યા છે ત્યારે ગોમતી ઘાટ પર વોટર પ્રોજેક્શન લાઈટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૨૫ ફેબ્રુઆરીના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. ત્યારે દ્વારકા નગરીમાં વડાપ્રધાનને આવકારવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ગોમતી ઘાટ ખાતે રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગ દ્વારા વોટર પ્રોજેકશન લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગોમતી ઘાટ ખાતેનું સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું અને અહીં વિશાળ સંખ્યામાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Next Story