દેવભૂમિ દ્વારકા : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

New Update
sdwrkna

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ આજરોજ દેવભૂમિ દ્વારકા ખાતે પધાર્યા હતા. રાષ્ટ્રપતિએ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે પધાર્યા છેત્યારે રાષ્ટ્રપતિએ દેવભૂમિ દ્વારકા ખાતે ભક્તિભાવથી શાસ્ત્રોકત વિધિપૂર્વક ભગવાન દ્વારકાધીશના દર્શનપાદુકાપૂજનપૂજન-અર્ચન કરી ભારતના નાગરિકોની સુખશાંતિ અને સમૃદ્ધિ માટેની હૃદયપૂર્વક પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર ખાતે પ્રવાસન મંત્રી મૂળુ બેરાજિલ્લા કેલકટર રાજેશ તન્નારેન્જ આઇજી અશોકકુમાર યાદવપોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાપ્રાંત અધિકારી અમોલ આવતેવહીવટદાર તથા નાયબ કલેકટર હિમાંશુ ચૌહાણએ રાષ્ટ્રપતિને ઉપરણુંદ્વારકા મંદિરની પ્રતિકૃતિફુલ અને તુલસીમાંથી નિર્મિત અનુગ્રહમ અગરબતીગોલ્ડ પ્લેટેડ દ્વારકાધીશનું સ્વરૂપ તથા પ્રસાદ આપી સ્વાગત કર્યું હતું. આ અવસરે રાષ્ટ્રપતિ સાથે તેમના દીકરી ઈતિશ્રી મુર્મૂ અને મહાનુભાવો પણ જોડાયાં હતા.

Latest Stories