થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા
હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા
બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા
ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો
બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી
દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.
થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.