New Update
/connect-gujarat/media/post_banners/d44ff02773ab55aefef37dbb6bb1a73e97fa0f40c897c0722b57946f3cd4ecdb.webp)
દેવભૂમિ દ્વારકામાં ખંભાળિયા પાસે આવેલા ટોલ નાકા પર બબાલ થઈ છે. વાહનમાં સવાર 20 થી વધુ લોકોએ મહિલા કર્મી પર હુમલો કર્યો છે. જે હુમલામાં 3 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ટોલનાકા પર બબાલની ઘટના CCTVમાં કેદ થઈ છે. ૨૦થી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરતા ટોલનાકાના ત્રણ કર્મચારીઓ ઘાયલ થયા હતા. ખંભાળિયા પાસે આવેલા ટોલનાકા પર બબાલ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા તેમજ આ સમગ્ર ઘટના સીસીટીવીમાં જોતા લાકડી વડે હુમલો કરાયો હોવાનુ પણ જણાય આવે છે.