દેવભૂમિ દ્વારકા:હોળી ધૂળેટીના પર્વ પર જગત મંદિર પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાશે, સેંકડો ભક્તો પહોંચી રહ્યા છે દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે

દેવભૂમિ દ્વારકા:હોળી ધૂળેટીના પર્વ પર જગત મંદિર પોલીસની કિલ્લેબંધીમાં ફેરવાશે, સેંકડો ભક્તો પહોંચી રહ્યા છે દ્વારકા
New Update

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલ ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે દ્વારકાધીશના દર્શને દરરોજના હજારો પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે જેથી દ્વારકા શહેર અને જગત મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી 7 અને 8 માર્ચના રોજ હોળી અને ફુલડોલનો ઉત્સવ રંગે ચંગે ઉજવવા જઇ રહ્યો છે ત્યારે દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવને ઉજવવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાંથી આવી રહ્યા છે અને તેઓને સુચારુ રૂપે દર્શન થઈ શકે અને યાત્રિકોને સલામતી મળી રહે તે માટે ખાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હોળી અને ફુલડોલના ઉત્સવની ઉજવણી થનાર છે ત્યારે દ્વારકામાં 1300થી વધુ પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

#Gujarat #ConnectGujarat #BeyondJustNews #occasion #celebration #Devbhumi Dwarka #Holi Dhutheti #police fortification
Here are a few more articles:
Read the Next Article