Connect Gujarat
ગુજરાત

દેવભુમિ દ્વારકા : ગામડાઓમાં પણ છે પ્રતિભાશાળી બાળકો, જુઓ વરવાળાના શિવાંગે શું કર્યું

X

પ્રતિભાશાળી બાળકો માત્ર શહેરોમાં જ હોય છે તેવું નથી, ગામડાઓના બાળકોમાં પણ પ્રતિભાઓનો ભંડાર છે. આ બાબતને દ્વારકા તાલુકાના વરવાળા ગામે રહેતાં શિવાંગ કંસારાએ સાચી સાબિત કરી છે....

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરવાળા ગામે રહેતા અલ્પેશ કંસારાના પુત્ર શિવાંગે માત્ર 11 વર્ષ ની વયે દ્વારકાને રાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવી છે. નાનપણથી જ કઇ અલગ કરવાની મહેચ્છા ધરાવતો હતો.7 વર્ષની ઉંમરે શિવાંગને ડબલ લાઇન આલ્ફાબેટ લખવાનો શોખ જાગ્યો હતો. પુત્રના આ શોખને પરિવારે પ્રોત્સાહન આપ્યું હતું. 2017માં સાત વર્ષની વયે રાષ્ટ્રીય કક્ષાએ શિવાંગે 3 મિનિટ અને સાત સેકન્ડમાં ડબલ લાઇન આલ્ફાબેટ લખી બતાવ્યું હતું. અભ્યાસની સાથે કઇક નવું કરવાના સાહસ સાથે શિવાંગે પ્રેકટીસ ચાલુ રાખી હતી. હાલ શિવાંગને 64 સેકન્ડમાં 26 મુળાક્ષરો લખવા બદલ એકસકલુઝીવ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. તેણે રાષ્ટ્રીય સ્તરે પોતાના જ રેકોર્ડને તોડયો છે. આવો જોઇએ શિવાંગ શું કહી રહયો છે તેની સિધ્ધિ વિશે...

Next Story