પંચમહાલ : કારકિર્દીના પ્રથમ પોસ્ટિંગ સ્થળ એવા ગોધરાની DGP વિકાસ સહાયએ નિવૃત્તિ પૂર્વે મુલાકાત લીધી...

પોલીસવડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના મહેમાન બન્યા હતા. નિવૃત્તિ પૂર્વે તેઓ ગોધરા શહેરની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ રહ્યું છે

New Update
  • રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે ગોધરાની મુલાકાત લીધી

  • DGP વિકાસ સહાયને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા

  • અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી

  • કાયદો-વ્યવસ્થાની સ્થિતિપોલીસ કામગીરીની સમીક્ષા પર ચર્ચા

  • DGPએ પોલીસ દળની કાર્યક્ષમતા તેમજ શિસ્તની પ્રશંસા કરી 

ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાયે નિવૃત્તિ પૂર્વે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરની મુલાકાત લીધી હતીજ્યાં તેઓએ અધિકારીઓ સાથે બેઠક યોજી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

ગુજરાત રાજ્યના પોલીસવડા વિકાસ સહાય પંચમહાલ જિલ્લાના મહેમાન બન્યા હતા. નિવૃત્તિ પૂર્વે તેઓ ગોધરા શહેરની મુલાકાતે આવ્યા હતા. આ સ્થળ તેમની કારકિર્દીનું પ્રથમ પોસ્ટિંગ સ્થળ રહ્યું છેત્યારે ગોધરા એસપી કચેરી ખાતે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરાયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કેવિકાસ સહાયે ભારતીય પોલીસ સર્વિસમાં જોડાયા બાદ વર્ષ 1991માં ગોધરા ખાતે અજમાયશી અધિક જિલ્લા પોલીસ વડા તરીકે પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. લાંબા સમય બાદ તેઓ ફરી ગોધરા આવ્યા હતા. આ મુલાકાત દરમિયાન પંચમહાલ રેન્જના આઇજીપંચમહાલ જિલ્લાના પોલીસ વડાદાહોદ અને મહીસાગર જિલ્લાના પોલીસ વડા સહિત પંચમહાલ પોલીસ રેન્જના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ડીજીપી વિકાસ સહાયે તમામ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિપોલીસ કામગીરીની સમીક્ષાભવિષ્યની પડકારો અને જનસુરક્ષાને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિકાસ સહાયે પોતાના અનુભવના આધારે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ દળની કાર્યક્ષમતા તથા શિસ્તની પ્રશંસા કરી હતી.

Latest Stories