Connect Gujarat
ગુજરાત

ધ્રાંગધ્રા : મા-બાપ વગરના ભાઇ-બહેનને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જિંદગી સામે જંગ લડી રહ્યોં છે

તેમનાદાદીએ રોકકળ અને આક્રંદ સાથે જણાવ્યું કે, બંનેને કોઇ ઝેરી જાનવર કરડતા બંને જણાએ પેટમાં દુ:ખાવાની ફરીયાદ કરી હતી

ધ્રાંગધ્રા : મા-બાપ વગરના ભાઇ-બહેનને સાપ કરડ્યો : 9 વર્ષની બહેનનું મોત, ને 11 વર્ષનો ભાઇ જિંદગી સામે જંગ લડી રહ્યોં છે
X

ચોમાસાની શરૂઆત થતાં જ વરસાદ પછી સાપ-વીંછી જેવા ઝેરી જીવ જંતુઓ બહાર નીકળતા હોય છે. ત્યારે આજે ધ્રાંગધ્રામાં કબ્રસ્તાન પાછળનાં ઝુપડપટ્ટી વિસ્તારમાં મા-બાપ વગરના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડ્યો હતો. આ ઘટનામાં 9 વર્ષની બહેનનું સારવાર મળે એ પહેલા જ મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે.

ધ્રાંગધ્રામાં મા-બાપ વગરના અને પોતાના દાદા-દાદી સાથે રહેતા ભાઇ-બહેને સાપ કરડવાની ગોઝારી ઘટના બનવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં એના પરિવારજનો અને પાડોશીઓ દ્વારા બંને ભાઇ-બહેનોને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જેમાં 9 વર્ષની બહેન કિંજલનું રસ્તામાં જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. જ્યારે 11 વર્ષનો ભાઇ ઉમંગ પણ હાલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યોં છે. મા-બાપ વગરના ભાઇ-બહેન પર કુદરતની કરૂણ ઠોકરથી પરિવારજનો આઘાતમાં સરી પડ્યાં હતા. આ અંગે એમના દાદીએ રોકકળ અને આક્રંદ સાથે જણાવ્યું કે, બંનેને કોઇ ઝેરી જાનવર કરડતા બંને જણાએ પેટમાં દુ:ખાવાની ફરીયાદ કરતા બંનેને દવાખાને લઇ જવાયા હતા.

Next Story
Share it