નર્મદા : સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાના આક્ષેપ પ્રતિઆક્ષેપ સામે જિલ્લા કલેકટરનો યુ-ટર્ન સાંભળો અગાઉ કઈક આવું કીધું હતું..
ગુજરાતના રાજકારણમાં સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર કરેલા રૂપિયા 75 લાખના તોડ કાંડના આક્ષેપના મામલાએ ભારે વિવાદના વમળો સર્જી દીધા છે,હવે બે રાજકારણીઓની વચ્ચે જિલ્લા કલેકટરે પીસાવાનોવારો આવ્યો છે.
નર્મદા જિલ્લા કલેકટર સંજય મોદીએ યુ-ટર્ન લેતા તોળકાંડમાં નવા વિવાદે જન્મ લીધો છે. જિલ્લા કલેકટરે સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી છે. કલેક્ટરએ સ્વીકાર્યું કે 75 લાખ ચૈતર વસાવાએ માંગ્યા હતા. આ વાત માર્ગ મકાન ઇજનેર મોદીએ કલેકટરને કહી હોવાનું સ્વીકાર કર્યો છે. બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ પર ચૈતર વસાવા કલેકટરને મળ્યા હતા. પહેલા કલેક્ટરે 75 લાખ રૂપિયા કહ્યું હતું કે આ વાત ખોટી છે. આજે કલેકટર કહ્યું રાજપીપળા નહીં પણ કેવડિયા હેલીપેડ પર આ વાત થઈ હતી.
નર્મદા જિલ્લામાં ચર્ચાસ્પદ બનેલા 75 લાખ રૂપિયાના તોડ કાંડ મામલે આજે મોટો વળાંક આવ્યો છે. નર્મદા જિલ્લા કલેક્ટર સંજય મોદીએ પોતાના અગાઉના નિવેદનથી યુ-ટર્ન લઈને સાંસદ મનસુખ વસાવાની વાત સ્વીકારી હોવાનું સામે આવ્યું છે.
આ મામલે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ સાથે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચ્યા હતા, જ્યાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરે સ્વીકાર્યું હતું કે 75 લાખ રૂપિયાની માંગ ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી હતી. આ માહિતી માર્ગ અને મકાન વિભાગના ઇજનેર મોદી દ્વારા કલેક્ટરને જણાવવામાં આવી હોવાનું પણ કલેક્ટરે માન્ય કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સાંસદના આક્ષેપ બાદ ચૈતર વસાવા જિલ્લા કલેક્ટરને મળ્યા હતા,તે સમયે કલેક્ટરે 75 લાખ રૂપિયાની વાતને ખોટી ગણાવી હતી. પરંતુ આજે જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ વાત રાજપીપળા નહીં પરંતુ કેવડિયા હેલિપેડ ખાતે થઈ હતી. આ સમગ્ર પ્રકરણ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ અગાઉ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જો તેમને ન્યાય નહીં મળે તો તેઓ ભાજપ છોડી દેશે.
આજે બેઠક બાદ સાંસદ મનસુખ વસાવાએ કહ્યું હતું કે, મારી સાથે ભાજપ પાર્ટી ઊભી છે. મને પાર્ટી પર વિશ્વાસ છે અને આજે જિલ્લા પ્રમુખ સહિતના કાર્યકર્તાઓ મારી સાથે આવ્યા છે. મેં કહ્યું હતું કે ન્યાય નહીં મળે તો ભાજપ છોડી દઈશ, પરંતુ આજે જિલ્લા કલેક્ટરે પણ મારી વાતને સાચી માની છે. એટલે હવે હું પાર્ટી સાથે જ છું.
નોંધવું ઘટે કે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેના તોડ કાંડ મુદ્દે થઈ રહેલા આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે જિલ્લા કલેકટરે પીસાવાનો વારો આવ્યો છે,ત્યારે આગામી સમયમાં હવે આ મુદ્દે ઉકળતો ચરુ જ્વાળામુખી બનીને ફાટશે,તેવા એંધાણ વર્તાય રહ્યા છે.