“ડબલ મર્ડર” : અમરેલીના પાટી ગામે 95 વર્ષીય માતા અને 60 વર્ષીય પુત્રની ઘાતકી હત્યા, પોલીસ તપાસ શરૂ...

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
“ડબલ મર્ડર” : અમરેલીના પાટી ગામે 95 વર્ષીય માતા અને 60 વર્ષીય પુત્રની ઘાતકી હત્યા, પોલીસ તપાસ શરૂ...

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના પાટી ગામમાંથી ડબલ મર્ડરની ઘટના પ્રકાશમાં આવી છે. ખેતીકામ કરતા 95 વર્ષીય માતા દુધીબેન સુહાગિયા અને 60 વર્ષીય પુત્ર સુરેશ સુહાગીયાની અજાણ્યા ઇસમો દ્વારા કરાયેલ ઘાતકી હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અપંગ માતા દુધીબેન સુહાગિયાની મકાનમાં રહેલા ખાટલામાં હત્યા કરવામાં આવી હતી, જ્યારે પુત્ર સુરેશ સુહાગીયાનો ખેતરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. તો બીજી તરફ, ગતરોજ થયેલ ડબલ મર્ડરની ઘટના આજે પ્રકાશમાં આવતા ડીવાયએસપી હરેશ વોરા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને જોતાં ગળા અને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું, ત્યારે હાલ તો ડબલ મર્ડરની ઘટનાના પગલે પોલીસે હત્યારાઓનું પગેરું મેળવવા સહિત વધુ તપાસ હાથ ધરી છે.