“દુબઇ TO પાટણ” ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના નેટવર્કનો પર્દાફાશ, એક જ વર્ષમાં 52 અબજનું ટર્ન ઓવર કરતું સટ્ટા રેકેટ ઝડપાયું

કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી.

New Update

કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક આરોપીની પાટણથી ધરપકડ કરી હતી. આરોપીની તપાસમાં આ નેટવર્ક 52 અબજ ટર્ન ઓવરનું નીકળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

કચ્છ જિલ્લાની ભુજ સાયબર ક્રાઇમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાટણમાં ધામા નાખ્યા હતાજેમાં પોલીસને મોટી સફળતા હાથ લાગી હતી. પોલીસે પાટણમાંથી ભરત ચૌધરી નામના શખ્સની ધરપકડ કરી હતી. જોકેશરૂઆતમાં પોલીસને પણ અંદાજ ન હતો કેઆ ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક આટલું મોટું હશે. જેમાં આરોપીની પૂછપરછ અને તેનો ફોન ચેક કરતા પોલીસના હોશ ઉડી ગયા હતા. આ નેટવર્ક 52 અબજ રૂપિયાનું નીકળતા પોલીસ સ્તબ્ધ થઇ ગઈ હતી. આરોપી ભરતે તેના સાથીદારો સાથે મળીને માત્ર એક જ વર્ષમાં 52 અબજનું ટર્નઓવર કરી લીધું હતું. આ બાબતે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તા. 1 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Read the Next Article

ભરૂચ: જંબુસર કાવી રોડ પર ટ્રેકટરની ટકકરે બાઈકચાલક આધેડનું મોત,પોલીસે તપાસ શરૂ કરી

જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી

New Update
ભરૂચના જંબુસરના દહેગામ ખાતે રહેતા 48 વર્ષીય મુસાભાઈ મોટાજી બાઈક પર કાવી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાવી રોડ પર સામે તરફથી આવી રહેલા ટ્રેક્ટરે અચાનક ટક્કર મારી હતી. જેમાં બાઈક ચાલક માર્ગ પર પટકાયા હતા.બાઈકચાલકને ગંભીર ઇજા પહોંચતા તેમને જંબુસર સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા જ કાવી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ટ્રેકટર ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે