વલસાડ પોલીસ નવરાત્રીના તહેવારને લઈને બની સતર્ક
નવરાત્રિ દરમિયાન વલસાડ પોલીસનું વિશેષ પેટ્રોલિંગ
તિથલ બીચ, ઝાડી-જંગલ, કોલેજ વિસ્તારમાં સઘન ચેકિંગ
પોલીસ તંત્ર દ્વારા મહિલા સુરક્ષા પર વિશેષ ધ્યાન અપાયું
શાંતિપૂર્ણ માહોલમાં નવરાત્રી પર્વ ઉજવાય તેવું આયોજન
વલસાડ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે પોલીસે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. પોલીસ દ્વારા મોડી રાત સુધી જિલ્લાના રસ્તાઓ, ઝાડી-જંગલ અને દરિયા કિનારે સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે સ્પેશિયલ સીટી પોલીસની નિમણૂક કરવામાં આવી છે.
ખેલૈયાઓ ઘરે સુરક્ષિત પહોંચે ત્યાં સુધી પોલીસ રસ્તા પર સતત નજર રાખી રહી છે. વલસાડ શહેર પોલીસની ટીમ તિથલ દરિયા કિનારે, ઝાડી જંગલમાં, વલસાડ કોલેજની પાછળ અને ગલીઓમાં સઘન પેટ્રોલિંગ કરી રહી છે. કોમર્શિયલ નવરાત્રી મહોત્સવની આસપાસના વિસ્તારોમાં પણ પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
તિથલ બીચ સહિતના વિસ્તારોમાં વાહન ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અંધારામાં એકલા બેસતા લોકોને પોલીસ જાગૃત કરી ઘરે મોકલી રહી છે. આ રીતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે વલસાડ પોલીસ સતર્ક બની કાર્યરત છે.