Connect Gujarat
ગુજરાત

દેવભૂમિ દ્વારકા : દરિયાઈ જીવશ્રુષ્ટિના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ, વન વિભાગે તપાસ હાથ ધરી

ગેરકાયદેસર સંગ્રહિત દરિયાઈ જીવશ્રુષ્ટિનો જથ્થો મળ્યો, વન વિભાગને 218 કિલો શંખ, 122 નંગ ઇન્દ્રજાળ મળી.

X

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ દરિયાઈ જીવશ્રુષ્ટિના જથ્થા સાથે એક ઇસમની વન વિભાગે ધરપકડ કરી છે.

મળતી માહિતી અનુસાર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મરીન ફોરેસ્ટ દ્વારા દરિયાઈ જીવશ્રુષ્ટિના ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ જથ્થો વનવિભાગ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. દરિયાઈ જીવશ્રુષ્ટિના શંખ અને સિફેનના સંગ્રહ કર્યા હોવાની જાણ થતાં જ વન વિભાગ દ્વારા મીઠાપુરના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં 218 કિલો શંખ, 122 નંગ સિફેન (ઇન્દ્રજાળ) મળી આવ્યા છે. સમગ્ર મામલે દ્વારકા મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા એક ઈસમની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Next Story