દ્વારકા : રાજકોટના વૃદ્ધ વેપારીએ હનીટ્રેપમાં રૂપિયા 1.20 કરોડ ગુમાવ્યા,યુવતી અને બે નકલી પોલીસકર્મીનું કારસ્તાન

દ્વારકામાં રાજકોટના વૃદ્ધ વેપારીને એક યુવતી અને બે નકલી પોલીસકર્મીએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા,અને રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હતા,

New Update
  • દ્વારકામાં હનીટ્રેપની ઘટનાથી ચકચાર 

  • રાજકોટના વેપારી બન્યા હેનીટ્રેપનો શિકાર 

  • વૃદ્ધ વેપારીને યુવતી સાથેની મિત્રતા પડી મોંઘી 

  • યુવતી અને નકલી પોલીસ બનેલા ભેજાબાજોનું કારસ્તાન 

  • વેપારીએ રૂ.1.20 કરોડ ગુમાવ્યા 

  • પોલીસે કરી યુવતી સહિત બે આરોપીની ધરપકડ  

દ્વારકામાં રાજકોટના વૃદ્ધ વેપારીને એક યુવતી અને બે નકલી પોલીસકર્મીએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા,અને રૂપિયા 1.20 કરોડ પડાવી લીધા હતા,જોકે વેપારીને પોતે કોઈ સાજીશનો ભોગ બન્યા હોવાનો અણસાર આવતા તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી,જેના આધારે પોલીસે યુવતી સહિત બે આરોપીની ધરપકડ કરી હતી.

રાજકોટના 64 વર્ષીય વૃદ્ધ વેપારીને સોશિયલ મીડિયાના માધ્યમથી જામનગરની 27 વર્ષીય યુવતી સાથે પરિચય થયો હતો,અને યુવતીએ વેપારીને સંબંધની શરૂઆત કરવા માટે દ્વારકા જવાનું કહ્યું હતું,ચોક્કસ આયોજન મુજબ વેપારી અને યુવતી કારમાં દ્વારકા જવા માટે નીકળે છે,ત્યારે માર્ગમાં પોલીસના ડ્રેસમાં આવેલા બે યુવકો તેમની કાર અટકાવીને તલાશી લેવાનું શરૂ કરે છે,ત્યારે યુવતી પાસેથી એક સફેદ પાવડર મળી આવે છે,જે ડ્રગ્સ હોવાનું જણાવીને ભેજાબાજો વૃદ્ધને ડ્રગ્સનો કેસ ન નોંધવા માટે રૂપિયા 1.20 કરોડની માંગણી કરે છે,જે રૂપિયા વેપારી પોતાના પુત્ર મારફતે આંગડિયા દ્વારા મોકલી આપે છે.

જોકે સમગ્ર ઘટનામાં વૃદ્ધ વેપારીને પોતે કોઈ સાજીશનો શિકાર બન્યા હોવાનો અણસાર આવતા તેઓએ દ્વારકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસે આ ઘટનામાં યુવતી તેમજ તેના એક સાથીની ધરપકડ કરી હતી.જયારે અન્યને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Read the Next Article

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, ગુજરાતના 6 જિલ્લાઓમાં ધોધમાર વરસાદની કરાઈ આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે.  ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ

New Update
rain in mumbai

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. 

હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના 6 જિલ્લાઓમાં આજે ધોધમાર વરસાદની આગાહી કરાઈ છે.  હવામાન વિભાગ દ્વારા કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.  મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે પણ ગુજરાતના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 25 જૂન સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદી આગાહી કરી છે. આ સિવાય ગુજરાતમાં 30 જૂન સુધી સાર્વત્રિક મધ્યમ વરસાદનું પણ અનુમાન છે. જાણીએ ક્યાં જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.