/connect-gujarat/media/post_banners/fe2b20ca80665dc9fedb99b6b9a0cb212981e11da4798c35c225fb0919189519.jpg)
કોરોનાની મહામારીએ મંદિરોના કપાટ બંધ કરાવી દીધાં હોવાથી બે મહિનાથી શ્રધ્ધાળુઓ ઘરે જ પુજન અર્ચન કરતાં હતાં પણ હવે મંદિરો ખુલવાની મંજુરી મળી ચુકી છે. રાજયના અન્ય મંદિરોની સાથે દ્વારકામાં આવેલાં દ્વારકાધીશ મંદિર પણ ખુલતાં પ્રથમ દિવસે ભકતોનો ધસારો જોવા મળ્યો હતો.
કોરોનાની બીજી લહેરને અંકુશમાં લેવા સરકારને મંદિરો પણ બંધ કરવાની ફરજ પડી હતી. છેલ્લા બે મહિનાથી બંધ રખાયેલા મંદિરો શુક્રવારના રોજથી ફરી ખુલ્યાં છે. યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા જગવિખ્યાત દ્વારકાધીશ મંદિરને ભકતો માટે ખોલવામાં આવ્યું હતું. દ્વારકાધીશ ભગવાનના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડયાં હતાં.
કોરોનાની ગાઇડલાઇનનું મંદિર ટ્રસ્ટ તરફથી ચુસ્ત પાલન કરાવવામાં આવ્યું હતું. મંદિરની અંદર ભીડ ન થાય તે માટે એક વખતમાં માત્ર 50 વ્યકતિઓને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કોરોનાના કેસ ભલે ઘટયાં હોય પણ કોરોનાનો ખતરો ઓછો થયો ન હોવાથી ભકતોને www.dwarkadhish.org વેબસાઈટ પર લાઈવ દર્શન માટે અનુરોધ કરવામાં આવ્યો છે.