પાટણ : સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા શૈક્ષણિક કાર્ય બંધ રખાયું...

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

New Update

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ઠેકઠેકાણે પાણી ભરાવા સાથે લોકોને મોટું નુકશાન થવા પામ્યું છેત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ફૂલપુરા ગામ ખાતે ભારે વરસાદના પગલે પ્રાથમિક શાળામાં પણ વરસાદી પાણી ભરાયા છે. શાળા પટાંગણ સહિત વર્ગખંડોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાય રહેતા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકેવિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને શાળામાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવે છેજેથી દર વર્ષે ચોમાસામાં શાળા પાણીમાં ગરકાવ થાય  છે. જોકેશાળાના મકાનને ઉંચુ લેવા માટે અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાંય તંત્ર કેસરકાર કોઇ ઘટનાની રાહ જોઇ રહ્યું હોય તેમ લાગે છે. એવુ નથી કેસિદ્ધપુરની આ એક જ શાળા નીચાણવાળા વિસ્તારમાં છે. અન્ય કેટલીક શાળાઓ નીચાણવાળા વિસ્તારોમાં હતી. જેના મકાનને ઉંચુ લેવામાં આવ્યું છેજ્યારે ફૂલપુરા પ્રાથમિક શાળા તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવતું તેમ શિક્ષકો અને વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

 

Latest Stories