“ઊર્જા કૌભાંડ” : સાબરકાંઠા વીજ કચેરીની 4 મહિલા સહિત 8 કર્મચારીઓને સુરત પોલીસ તેડી ગઈ, વાંચો સમગ્ર મામલો..!

સુરતમાં ઊર્જા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો દોર શરુ થયો હતો, અને સાબરકાંઠા જિલ્લામાં રેલો પહોચ્યો હતો.

New Update
“ઊર્જા કૌભાંડ” : સાબરકાંઠા વીજ કચેરીની 4 મહિલા સહિત 8 કર્મચારીઓને સુરત પોલીસ તેડી ગઈ, વાંચો સમગ્ર મામલો..!

સુરતમાં ઊર્જા કૌભાંડ મામલે ફરિયાદ નોંધાયા બાદ તપાસનો દોર શરુ થયો હતો, અને સાબરકાંઠા જિલ્લામાં રેલો પહોચ્યો હતો. સુરત પોલીસે ધમધમાટ શરુ કર્યો હતો અને સાબરકાંઠા જિલ્લામાંથી જુનિયર આસીટન્ટની પરીક્ષાના પેપરો લીક કરનારા સહિતના વચેટીયાઓની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, વર્ષ 2020થી 2021 દરમિયાન રાજ્યની દક્ષિણ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ DGVCL, મધ્ય ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (MGVCL), પશ્ચિમ ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (PGVCL) ઉત્તર ગુજરાત વિદ્યુત કોર્પોરેશન લિમીટેડ (UGVCL) અને ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રીક કોર્પોરેશન લિમીટેડ (GSEL)ના 2156 વિદ્યુત સહાયક (જુનિયર આસીસ્ટન્ટ)ની ભરતી યોજવામાં આવી હતી. આ ભરતી કૌભાંડ બહાર આવ્યા બાદ સુરત ક્રાઈમ બ્રાંચ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં એક પછી એક દલાલો અને વચેટીયાઓને ઝડપી તપાસ તેજ કરી હતી. સુરત ક્રાઈમ બ્રાંચની 3 ટીમો મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પહોંચી હતી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાંથી 9 કર્મચારીઓને પોલીસ લઇ ગઈ હતા. તો સાબરકાંઠા જિલ્લામાંથી હિંમતનગર, ઇડર તાલુકામાંથી 4 મહિલા સહિત 8 કર્મચારીઓને પોલીસ ટીમ સુરત લઈ જવા રવાના થઇ હતી. પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સાબરકાંઠા જિલ્લામાં આવીને હિંમતનગર અને ઇડરમાં UGVCLની અલગ ઓફીસમાંથી ફરજ બજાવતા મહિલા સહિતના કર્મચારીઓને સુરત લઈ જઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Latest Stories