ઉમંગ અને પતંગના તહેવાર ઉત્તરાયણની ભરૂચ જિલ્લામાં કોરોનાની ગાઇડલાઇન વચ્ચે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારે ઠંડીના જોર વચ્ચે પતંગ રસિકોમાં ઉત્સાહ ઠંડો જોવા મળ્યો તો બપોર બાદ ઉત્સાહ બેવડાયો હતો.
હિન્દુ ધર્મના તહેવારો સ્વાભાવિક રીતે હિન્દુ પંચાંગની તિથિ મુજબ ઊજવાય છે. માત્ર મકરસંક્રાંતિ એક જ એવો તહેવાર છે, જેની ઉજવણી અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે થાય છે. સૂર્યની મેષથી મીન સુધીની બાર રાશિનું ભ્રમણ 365 દિવસ 6 કલાક અને 48 મિનિટમાં પૂર્ણ થાય છે. દર ચાર વર્ષે લીપ યર આવતું હોઈ, એક સૂર્ય વર્ષ 365 દિવસનું બને છે. સૂર્ય દર વર્ષે 14 જાન્યુઆરીએ મકર રાશિમાં નિરયણ ગતિએ પ્રવેશ કરતો હોવાથી એને મકર સંક્રાંતિ કહેવાય છે.
આજે ઉત્તરાયણ... ગુજરાતમાં સતત બે વર્ષથી કોરોનાને કારણે ઉત્તરાયણની મજા ફિક્કી પડી ગઈ હતી. ત્યારે ડિસેમ્બરમાં કેસની સંખ્યા ઘટતાં પતંગરસિયામાં આ વર્ષે ધૂમધામથી ઉત્તરાયણ મનાવવાનો પ્લાન કરી રહ્યા હતા, પરંતુ કોરોનાની ત્રીજી લહેરે ફરી ઉત્સાહ પર પાણી ફેરવી દીધું છે, સાથે જ બે દિવસ કાતિલ ઠંડીની આગાહીને પગલે વહેલી સવારે મોટા ભાગના વિસ્તારોમાં આકાશમાં ગણતરીના પતંગો જોવા મળી રહ્યા હતા. જોકે ઠંડી ઓછી થતાં ફરી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.. તો બીજી તરફ, ધાબા પર લાઉડ-સ્પીકર, ડીજે તેમજ મ્યુઝિક સિસ્ટમ વગાડવા પર પ્રતિબંધ લાદ્યો હોવાથી ધાબા ઉપરની ઉજવણી પણ ફિક્કી જોવા મળી હતી. આજે પવન દેવે પણ સાથ આપ્યો હતો અને અબાલ વૃદ્ધ સૌ કોઈએ પતંગ ચગાવવાનો આનંદ માણ્યો હતો