ભારે વરસાદના કારણે નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ મુલતવી

સુરત શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તેમજ આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. 

ર
New Update

સુરત શહેર અને જિલ્લામાં ત્રણ દિવસથી ભારે વરસાદના પગલે સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી તેમજ આજે નર્મદ યુનિવર્સિટી દ્વારા બુધ અને ગુરુવારની પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.   આજે બુધવારે સ્કૂલોમાં રજા જાહેર કરાઇ છે. પરંતુ નર્મદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાઓ ચાલી રહી હોવાથી આજે કૉલેજ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. પરંતુ આજે નર્મદ યુનિવર્સિટીના રજીસ્ટર આર.સી. ગઢવીએ એક સર્ક્યુલર જારી કરીને હાલની અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને  તારીખ 24/07/24 અને 25/07/24 ની હાલ ચાલુ તમામ પરીક્ષાઓ મુલતવી રાખી હતી. આ પરીક્ષા પાછળથી લેવામાં આવશે. જેનો વિગતવાર કાર્યક્રમ પાછળથી જાહેર કરવામાં આવશે.ભારે વરસાદને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

#પરીક્ષા #નર્મદ યુનિવર્સિટી સુરત #અનરાધાર વરસાદ
Here are a few more articles:
Read the Next Article