Connect Gujarat
ગુજરાત

સમગ્ર ગુજરાતમાં આગામી 2 દિવસ બાદ પડશે કડકડતી ઠંડી : હવામાન વિભાગ

ગુજરાત રાજ્યના હવામાન વિભાગે કરી ફરી આગાહી,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડી વધશે : હવામાન ખાતું

X

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. 6 ફેબ્રુઆરીથી ઠંડીના પ્રમાણમાં વધારો થશે, ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

સમગ્ર રાજયમાં છેલ્લા 3-4 દિવસમાં ઠંડીનું પ્રમાણ ઓછું થયું છે. જોકે, હજું ફેબ્રુઆરી મહિનામાં વધુ ઠંડી પડવાની પૂરી સંભવના વર્તાય રહી છે, ત્યારે આવા સમયે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી તા. 6 ફેબ્રુઆરીથી ઠંડીના પ્રમાણમાં વધારો થવા જઈ રહ્યો છે. જોકે, છેલ્લા 2 દિવસથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં શિયાળાની વહેલી સવારમાં ધુમ્મસના કારણે લોકો વધુ ઠંડી અનુભવી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે દરિયાકાંઠે તેજ પવન રહેવાની શક્યતા છે. જેથી માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Next Story