નકલી નકલીની ભરમાર વચ્ચે વધુ એક કિસ્સો સામે આવ્યો
કોર્ટના જજના નકલી PA બની લોકો સાથે કરાતી છેતરપીંડી
જજના ડ્રાઈવર તરીકે નોકરીની લાલચ આપીને છેતરપીંડી
બેરોજગાર યુવક પાસેથી ભેજાબાજે રૂ. 2 લાખ ખંખેરી લીધા
લોકો સાથે છેતરપીંડી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો
નકલી સરકારી કચેરીઓ-અધિકારીઓ સહિત નકલી નકલી’ની ભરમાર વચ્ચે જજના નકલી PA બની લોકો સાથે છેતરપીંડી કરતા શખ્સનો અમરેલી જિલ્લાની બગસરા પોલીસે પર્દાફાશ કર્યો છે.
અમરેલી જિલ્લાના બગસરા પોલીસ મથકમાં ઊભેલો શખ્સ બગસરાના માવજીંજવા ગામનો પ્રકાશ દાફડા છે જેણે જેતપુરના ખજૂરી ગુંદાળાના નિકુંજ બુટાણી સાથે 2 લાખ ઉપરાંતની છેતરપીંડી કરી હતી. પ્રકાશ દાફડાએ અમરેલીના જજના નકલી PAની ઓળખ આપીને છેતરપીંડી કરી હતી.
અમરેલી જીલ્લા ડિસ્ટ્રીક્ટ જજ બુખારી સાહેબના PA તરીકેની ઓળખ આપીને અમરેલી જીલ્લા કોર્ટમાં જજના ડ્રાઈવરની નોકરી આપવાની ગઠીયાએ લાલચ આપી બેરોજગાર યુવક પાસેથી 2 લાખની છેતરપીંડી કરી હતી.
આ અંગે ફરિયાદી અમરેલી કોર્ટમાં હાજર થતા આ ઓર્ડર નકલી હોવાનું જાણવા મળતા છેતરપીંડીનો ભોગ બનેલા યુવકે બગસરા પોલીસમાં ફરિયાદ આપતા નકલી PAની કરતૂતનો પર્દાફાશ થયો હતો. બગસરા પોલીસે જજના બનેલા નકલી PA પ્રકાશ દાફડાની ધરપકડ કરી હતી. આ સાથે જ અન્ય કોઈ સાથે છેતરપિંડી કરી છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.