બોટાદમાં પોલીસની દબંગગીરીનો મામલો
યુવાનને ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ
પરિવારજનોએ પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ
હાલ યુવાન ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
MLA જીજ્ઞેશ મેવાણીએ કરી કાર્યવાહીની માંગ
બોટાદના હરણકુઈ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય યુવાનને પોલીસે પૂછપરછના બહાને બોલાવીને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ તેના પરિવારજનોએ કર્યા છે.અને આ યુવાન હાલમાં સારવાર હેઠળ છે.આ અંગે ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ તીખી પ્રતિક્રિયા આપી હતી.
બોટાદ શહેરનાં હરણકુઈ વિસ્તારમાં રહેતા 17 વર્ષીય આર્યન મુલતાનીના પરિવારજનોએ પોલીસ પર કરેલા ગંભીર આક્ષેપ મુજબ, આર્યન મુલતાનીને પોલીસે ચોરીની તપાસ માટે તારીખ 19 ઓગષ્ટના રોજ પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો,અને ઢોર માર માર્યો હતો.આ ઉપરાંત આર્યન મુલતાનીના દાદા રહીમભાઈ પોલીસ સ્ટેશનમાં આર્યન અંગેની તપાસ કરવા જતા તેમને આ અંગેની જાણ થઇ હતી.હાલ આર્યન અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.ત્યારે પોલીસની દબંગગીરી સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
બોટાદના યુવાનને પોલીસે ઢોર માર મારવાની ઘટના અંગે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી,અને તેઓએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર શાબ્દિક બાણ ચલાવ્યા હતા.અને જવાબદાર પોલીસકર્મીઓ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.